Home> Gujarat
Advertisement
Prev
Next

Vijayadashami 2022: આજે દેશભરમાં વિજ્યાદશમીની ઉજવણી, દશેરાના પર્વના મહત્ત્વ વિશે જાણો

Vijayadashami 2022: દશેરાના તહેવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. 

Vijayadashami 2022: આજે દેશભરમાં વિજ્યાદશમીની ઉજવણી, દશેરાના પર્વના મહત્ત્વ વિશે જાણો

નવી દિલ્લીઃ દશેરાનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ આ તહેવાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આ પર્વ બુરાઈ પર અચ્છાઈનું પ્રતિક છે. આ તહેવાર ભગવાન શ્રી રામની કહાની તો વર્ણવે જ છે જેમણે લંકામાં સતત 9 દિવસ સુધી ચાલેલા યુદ્ધ પછી અહંકારી રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેમની કેદથી મુક્ત કર્યા હતાં. 

આ પર્વને વિજયાદશમી તરીકે પણ ઉજવાય છેઃ
દશેરાના દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો પણ સંહાર કર્યો હતો. આથી આ પર્વને વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે અને માતા દુર્ગાની પૂજા કરાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામે પણ માતા દુર્ગાની પૂજા કરીને શક્તિનું આહ્વાન કર્યું હતું. ભગવાન શ્રી રામની પરીક્ષા લેતા પૂજામાં રાખવામાં આવેલા કમળના ફૂલોમાંથી એક ફૂલ ગાયબ કરી દેવાયું હતું. જેથી કરીને શ્રી રામને રાજીવનયન એટલેકે કમળના નેત્રોવાળા કહેવાતા હતાં. આથી તેમણે પોતાનું એક નેત્ર માતાને અર્પણ કરવાનો નિર્ણય લીધો. જેવા તેઓ પોતાના નેત્ર કાઢવા લાગ્યાં કે દેવી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રગટ થયા અને વિજયી ભવના આશીર્વાદ આપ્યાં. 

દશેરાના દિવસે વાહનોની ખરીદી શા માટે કરવામાં આવે છે?
દશેરાનો દિવસ ખરીદી માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે મોંધા વાહનો જેવા કે ગાડી, કાર, ટ્રેક્ટર, રીક્ષા વગેરેને ખરીદવામાં આવે છે. દશેરાના દિવસે રથ-ઘોડા વગેરે વાહનો દ્વારા મેળવાતા વિજયની કથાઓ ગૂંથાયેલી છે. એટલે જ આ દિવસે રથ, ઘોડા વગેરે દોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે.

દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છેઃ
દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે. અશ્વિન શુક્લ પક્ષ દશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. વિજયાદશમીના દિવસે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગા શક્તિનું પ્રતિક છે. ભારતના રજવાડાઓમાં શસ્ત્ર પૂજનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હવે રજવાડા નથી રહ્યા પણ પરંપરાઓ શાશ્વત છે. આ જ કારણ છે કે આ દિવસે સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. શસ્ત્રોની સફાઈ અને પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. એવું પણ કહેવાય છે કે શત્રુઓ પર જીત મેળવવા માટે આ દિવસે શસ્ત્ર પૂજા કરવી જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More